Skip to main content
Settings Settings for Dark

ત્રણ દિવસીય અખિલ ભારત સંમેલનનો આજે અંતિમ દિવસ, પ્રધાનમંત્રી રહેશે હાજર

Live TV

X
  • ત્રણ દિવસીય આ પરિષદ શુક્રવારે શરૂ થઈ હતી.

    નવી દિલ્હીમાં પોલિસ મહાનિર્દેશકો અને મહાનિરિક્ષકોની પરિષદનો આજે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પણ આ પરિષદમાં ભાગ લેશે. ત્રણ દિવસીય આ પરિષદ શુક્રવારે શરૂ થઈ હતી અને પરિષદમાં તમામ રાજ્યોના DGP અને IGP ઉપરાંત કેન્દ્રીય પોલિસ બળ તથા અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ, ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં આંતકવાદ, ઉગ્રવાદ, સાયબર સુરક્ષા અને ડ્રોનનો ખતરો, તેમજ કેફી વસ્તુઓની દાણચોરી પર ચર્ચા થઈ રહી છે. આ દરેક વિષયો પર રાજ્યો દ્વારા, અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ પગલાને દર્શાવવામાં આવ્યા છે.

    21 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરી વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા માટેના વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રી વર્ષ 2014થી આ પરિષદમાં ભૂતકાળની પ્રતિકાત્મક હાજરીના બદલે ખૂબ રસ લઇને ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે શરૂ થયેલી આ વાર્ષિક પરિષદનું આજે સમાપન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply