Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ આવતીકાલે 11 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023 એનાયત કરશે

Live TV

X
  • દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, રૂ.1 લાખનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે 23 જાન્યુઆરી, 2023ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર એવોર્ડ સમારોહમાં 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023 એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2023ના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.

    મહિલા અને બાળ વિકાસ મંત્રી,  સ્મૃતિ ઝુબિન ઈરાની 24મી જાન્યુઆરી, 2023ના રોજ રાજ્યમંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈની આદરણીય ઉપસ્થિતિમાં બાળકો સાથે વાર્તાલાપ કરશે અને પોતપોતાની કેટેગરીમાં તેમના અનુકરણીય પ્રદર્શન માટે તેમને અભિનંદન આપશે. ભારત સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર એનાયત કરે છે. આ પુરસ્કારો 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને છ કેટેગરીમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે. કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, શૈક્ષણિક, સમાજ સેવા અને રમતગમત, જે રાષ્ટ્રીય માન્યતાને પાત્ર છે. PMRBP ના દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, રૂ.1 લાખનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

    આ વર્ષે, દેશના તમામ પ્રદેશોમાંથી પસંદ કરાયેલા 11 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જેમાં કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે 4 બાળકોને, બહાદુરી માટે 1 બાળકને, નવીનતા માટે 2 બાળકોને અને રમત ક્ષેત્રે 3 બાળકોને પુરસ્કાર આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply