ભારત 26મી જાન્યુઆરીએ 74મો પ્રજાસત્તાક દિન ઉજવશે
Live TV
-
આ 26મી જાન્યુઆરીએ દેશ 74મો પ્રજાસત્તાક દિન ઉજવશે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં સશસ્ત્ર દળોમાં નારી શક્તિના વધતા જતા પ્રતિનિધિત્વને સવિશેષ રૂપે દર્શાવવામાં આવશે. પરેડ દરમિયાન ભારતીય નૌકાદળ અને ભારતીય હવાઈદળની મહિલા અધિકારીઓની ટૂકડી કૂચમાં નેતૃત્વ કરશે.
ભારતીય હવાઈદળની કૂચ કરતી ટૂકડીનું નેતૃત્વ સ્કવોડ્રન લીડર સિંધુ રેડ્ડી કરશે. તે ટૂકડીમાં 4 અધિકારીઓ અને 144 હવાઈ યોધ્ધાઓ હશે. સિંધુ રેડ્ડીએ કહ્યું કે, કર્તવ્ય પથ પર કૂચ કરતી ટૂકડીનું નેતૃત્વ કરવું તે તેમને માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ હશે
તો આ પ્રજાસત્તાક દિવસે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી મુખ્ય અતિથિ રહેશે. તેઓ આ ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે પ્રથમ વખત આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારત અને ઇજિપ્ત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે અને બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે. 2022-23માં ભારતના G-20 પ્રમુખપદ દરમિયાન ઇજિપ્તને 'ગેસ્ટ કન્ટ્રી' તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
