પ્રધાનમંત્રી 29મી જાન્યુઆરીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી જાન્યુઆરીએ સવારે 11ના સમયે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ રવિવારે રજૂ થનારી 'મન કી બાત'ની 97મી કડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને મન કી બાતમાં તેમનો મંતવ્યો મોકલી આપવા જણાવ્યું છે. લોકો તેમના સૂચનો NaMo એપ પર અથવા MyGov પર મોકલી શકે છે. તેઓ ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર હિન્દી અથવા અંગ્રેજીમાં પણ તેમનો સંદેશ રેકોર્ડ કરાવી શકે છે. ફોન લાઇન 27 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. લોકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંક દ્વારા તેમના સૂચનો મોકલી શકે છે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરાશે તથા આકાશવાણી સમાચારની વેબસાઈટ www.newsonair.com તથા NewsOnAIR મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે.
