Skip to main content
Settings Settings for Dark

યુએસ: લોસ એન્જલસ વિસ્તારમાં સામૂહિક ગોળીબારમાં નવના મોત

Live TV

X
  • લોસ એન્જલસ કાઉન્ટી શેરિફના વિભાગે જણાવ્યું કે ,શનિવારે મોડી રાત્રે કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્ક શહેરમાં સામૂહિક ગોળીબારમાં નવ લોકોના મોત થયા છે. વિભાગે જણાવ્યું કે આ સમયે કોઈ વધારાની માહિતી ઉપલબ્ધ નથી. કોઈ શંકાસ્પદ પુરુષ હતો. અહેવાલ પ્રમાણે મોન્ટેરી પાર્કમાં આયોજિત ચાઈનીઝ લુનર ન્યૂ યર સેલિબ્રેશનમાં હજારો લોકોએ હાજરી આપી હતી. સ્થળની આસપાસ રાત્રે 10 વાગ્યા પછી ગોળીબાર થયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં સ્ટ્રેચર પર ઘાયલ લોકોને ઈમરજન્સી સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. 

    લોસ એન્જલસ સિટી કંટ્રોલર કેનેથ મેજિયાએ એક ટ્વીટમાં જણાવ્યું કે, "અમારા નજીકના શહેર મોન્ટેરી પાર્કમાં હમણાં જ સામૂહિક ગોળીબાર થયો તેમાં, જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તે લોકો માટે અમારું હૃદય દ્રવીત છે.

    મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી લગભગ 7 માઇલ (11 કિમી) દૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply