મધ્યપ્રદેશમાં 25,412 બેઘર ગરીબ કુટુંબોને રહેઠાણના મકાનો માટે પ્લોટનું વિતરણ કરાયું
Live TV
-
મધ્યપ્રદેશના સિંગરૌલી જીલ્લામાં આજે 25 હજાર 412 બેઘર ગરીબ કુટુંબોને રહેઠાણના મકાનો માટે જમીનના પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી શિવરાજસીંહ ચૌહાણના હસ્તે વિનામુલ્યે ફાળવાયેલા આ પ્લોટસનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રી ભુઆવાસીય અધિકાર યોજના અંતર્ગત આ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ રેવા ડિવિઝનના 6 લાખ 78 હજારથી વધુ લાભાર્થીઓના ખાતામાં 135 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ 248 કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારી સરકારી મેડીકલ કોલેજના ભવન અને 60 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ખનન ટેકનોલોજી સંસ્થાના ભવનનું ખાતમુર્હુત પણ કર્યુ હતું.
