Skip to main content
Settings Settings for Dark

પ્રજાસત્તાક દિવસની પરેડનું આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર છેલ્લું રીહર્સલ થશે

Live TV

X
  • પ્રજાસત્તાક દિવસની પરેડનું સંપુર્ણ ગણવેશ સાથે આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર છેલ્લું રીહર્સલ થશે. આ પરેડ તેના નિર્ધારીત માર્ગ પર સરળતાથી નીકળી શકે તે માટે દિલ્હી પોલીસે વાહન વ્યવહાર નિયમનની પુરતી વ્યવસ્થા કરી છે. પરેડ સવારે 10:30 વાગે રાષ્ટ્રપતિ ભવન પાસેના વિજય ચોકથી શરૂ લાલ કિલ્લા સુધી જશે. આ પરેડ કર્તવ્ય પથ, સી-છ રસ્તા, નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, ટિળક માર્ગ થઇને લાલકિલ્લાએ પહોચશે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે,રીહર્સલ દરમિયાન પરેડ જયાં સુધી પુરી નહી થાય ત્યાં સુધી તેના માર્ગ પર અન્ય વાહનોની અવરજવર બંધ રહેશે. જો કે પરેડના રીહર્સલ દરમિયાન દિલ્હી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે. પરંતુ મધ્યસ્થ સચિવાલય અને ઉદ્યોગ ભવન સુધી સ્ટેશનો પર ટ્રેનમાં ચડવા – ઉતરવાનું બપોરના ૧ર વાગ્યા સુધી બંધ રખાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply