રાષ્ટ્રપતિ આજે નવી દિલ્લી ખાતે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જાન્યુઆરીના રોજ બાળ પુરસ્કાર એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્લી વિજ્ઞાનભવન ખાતે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. આ પુરસ્કાર 5 વર્ષથી 18 વર્ષના બાળકોને 6 શ્રેણીમાં ઉત્કૃટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. જેમાં કલા, સંસ્કૃતિ, બહાદુરી, નવાચાર, શિક્ષા, સમાજસેવા અને રમત-ગમત સામેલ છે. દરેક વિજેતાને એક પદક, એક લાખ રુપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવશે. પુરસ્કાર મેળવનારાઓમાં 11 રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશના 5 છોકરા અને 6 છોકરીઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જાન્યુઆરીના રોજ બાળ પુરસ્કાર એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે.
