ત્રિપુરામાં 60 વિધાનસભા મતક્ષેત્રમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.
Live TV
-
10 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે
ત્રિપુરા, મેધાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષોના મોટા નેતાઓ રેલીઓ કરી રહ્યા છે. ત્રિપુરામાં ભાજપ તરફથી રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલી કરી હતી. મંગળવારે ભાજપના દિગ્ગજ નેતા અને રક્ષામંત્રી રાજનાથસિંહે ત્રિપુરામાં બે જગ્યાએ સભાને સંબોધી હતી. રાજનાથસિંહે ત્રિપુરામાં પાંચ વર્ષ દરમિયાન સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. રક્ષામંત્રીએ કહ્યું, પહેલા અહીંયા વીજળી નહોતી, જયારે આજે તમામ જગ્યાએ વીજળી છે એટલુ નહીં પરંતુ બાંગ્લાદેશને પણ વીજળી આપવામાં આવે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ પણ ત્રિપુરામાં પ્રચાર કર્યો હતો. મમતા બેનર્જીએ અગરતલામાં એક રોડ શો કર્યો હતો. મેઘાલય અને નાગાલેન્ડમાં પણ પ્રચાર પ્રસાર તેજ છે. મેઘાલયમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. આજે ઉમેદવારી ફોર્મ ચકાસવામાં આવશે. અને 10 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે. નાગાલેન્ડમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્રિપુરામાં 60 વિધાનસભા મતક્ષેત્રમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જેનું પરિણામ 2 માર્ચના રોજ આવશે. નાગાલેન્ડ અને મેધાલયમાં મતદાન એક જ ચરણમાં 27 ફેબ્રુઆરીએ થશે. પરિણામ 2 માર્ચે આવશે.
