દિલ્હીઃ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવા મામલે આરોપી બીભવ કુમારની અરજી પર આજે સુનાવણી
Live TV
-
કોર્ટ દ્વારા 24 એપ્રિલના રોજ બીભવ કુમારને ચાર દિવસની ન્યાયિક ધરપકડમાં રાખવા આદેશ આપવામાં આવ્યો હતો
દિલ્હીઃ સાંસદ સ્વાતી માલીવાલ સાથે મારપીટના આરોપી અને અરવિંદ કેજરીવાલના ખાસ બીભવ કુમારની અરજી પર આજે તીસ હજારી કોર્ટમાં સુનાવણી થશે. આજે તેમની ન્યાયિક ધરપકડનો અંતિમ દિવસ છે. જોવા જઈએ તો કોર્ટ દ્વારા 24 એપ્રિલના રોજ બીભવ કુમારને ચાર દિવસની ન્યાયિક ધરપકડમાં રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 28 મેના રોજ ત્રણ દિવસ ન્યાયિક ધરપકડને લંબાવવામાં આવી હતી. બીભવ કુમારે સાંસદ સ્વાતી માલીવાલ દ્વારા મારપીટના આરોપોને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીભવ કુમારે તેમની ધરપકડને ગેરકાયદેસર બતાવી છે. જે મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.
