દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે રાબડી દેવી, મીસા ભારતીને વચગાળાના જામીન આપ્યા
Live TV
-
રેલવેમાં નોકરીના બદલામાં જમીન આપવાના કેસમાં આરોપી છે.
દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે રાબડી દેવી, મીસા ભારતી, હિમા યાદવ અને હ્રદયાનંદ ચૌધરીને વચગાળાના જામીન આપ્યા છે. રાબડી દેવી, મીસા ભારતી, હિમા યાદવ અને હ્રદયાનંદ ચૌધરી રેલવેમાં નોકરીના બદલામાં જમીન આપવાના કેસમાં આરોપી છે. આ મામલે આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીના રોજ થશે. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને તેમના પિતા લાલુ પ્રસાદ યાદવને આ કેસમાં ED સમક્ષ હાજર થવું પડ્યું હતું.
આ મામલે ED પહેલા CBIએ કેસ દાખલ કર્યો હતો. આ મામલે કોર્ટે 4 ઓક્ટોબર 2023ના રોજ બિહારના તત્કાલીન ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને જામીન આપ્યા હતા. CBIએ 3 જુલાઈ 2023ના રોજ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. CBIએ આ મામલે ભોલા યાદવ અને હ્રદયાનંદ ચૌધરીની ધરપકડ કરી હતી. ભોલા યાદવ વર્ષ 2004થી વર્ષ 2009 સુધી લાલુ યાદવ OSD હતા. બિહાર વિધાનસભા ચૂંટણી 2015માં ભોલા યાદવ બહાદુરપુર સીટ પરથી જીત્યા હતા. CBIએ લાલુ યાદવના પરિવારજનો સાથે જોડાયેલ 17 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.