Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં નવનિર્મિત ITPO પરિસરનું 26 જુલાઇના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે

Live TV

X
  • ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના પુનર્વિકાસિત કેમ્પસ (ITPO)નું ઉદ્ઘાટન 26 જુલાઈના રોજ દિલ્હીમાં કરવામાં આવશે. તેમાં G-20 નેતાઓની બેઠકોનું આયોજન થશે. 123 એકર વિસ્તાર ધરાવતું પ્રગતિ મેદાન સંકુલ દેશની મોટી બેઠકો, પરિષદો અને પ્રદર્શનોનું કેન્દ્ર બની ગયું છે. આ કેમ્પસમાં સાત અત્યાધુનિક પ્રદર્શન હોલ અને ત્રણ હજાર લોકોની બેઠક ક્ષમતા સાથે એમ્ફીથિયેટર છે. સંકુલમાં મુલાકાતીઓ માટે પાંચ હજાર વાહનો સગવડતાપૂર્વક પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગની સુવિધા છે.

    જર્મનીમાં હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈમાં નેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર જેવા જાણીતા સ્થળોની સાથે આ એક્ઝિબિશન સેન્ટરની ગણતરી કરવામાં આવે છે, જેની ગણતરી વિશ્વના ટોચના દસ એક્ઝિબિશન સેન્ટરમાં થાય છે. આ સેન્ટર સાત હજાર લોકોને બેસવાની તેમજ મોટા પાયે પરિષદો અને આંતરરાષ્ટ્રીય સમિટ યોજવયની ક્ષમતા ધરાવે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply