દિલ્હીમાં પાણીની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને 137 ક્યૂસેક પાણી યમુના નદીમાં છોડવા આદેશ
Live TV
-
દિલ્હીમાં પાણીની સમસ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં કોર્ટે હિમાચલ પ્રદેશને 137 ક્યૂસેક પાણી યમુના નદીમાં છોડવા આદેશ આપ્યા છે. દિલ્હીવાસીઓને હથિની કુંડ બેરેજ દ્વારા વધારાનું પાણી મળી રહેશે.
સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલ અભિષેખ મનોજ સિંઘવીએ કહ્યું કે, હિમાચલ પાણી આપવા તૈયાર છે. જ્યારે હરિયાણાએ પાણી આપવા ના પાડી છે. તો જસ્ટીસ વિશ્વનાથને કહ્યું કે, હિમાચલ પ્રદેશ 150 ક્યૂસેક પાણી આપવા તૈયાર છે તો હરિયાણાને શું તકલીફ છે. તો કોર્ટે દિલ્હી સરકારને પાણીનો વ્યય ન થાય તે માટે ધ્યાન રાખવા જણાવ્યું છે.
અપર યમુના રિવર બોર્ડ દ્વારા આપવામાં આવેલા સૂચનોનો અમલ કરવા કોર્ટે જણાવ્યું અને સાથે સાથે સોમવાર સુધીમાં તમામ પક્ષકારો દ્વારા એફિડેવિટ રજૂ કરવા આદેશ અપાયો છે. તો આ મામલે આગામી સુનવણી સોમવારે થશે.
