સરકાર રચવાની કવાયતરૂપે NDAના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી
Live TV
-
18મી લોકસભા માટે સંપન્ન થયેલી ચૂંટણી અને તેના પરિણામ આવી ગયા બાદ સરકાર રચવાની કવાયતરૂપે NDAના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસ્સ્થાને મળી હતી.
આ બેઠકમાં NDAના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે અને એ અંગેનો પ્રસ્તાવ પણ સર્વ સંમતિથી પસાર કર્યો છે. આ બેઠકમાં ઘટક દળોએ તેમનો સમર્થન પત્ર પણ સોંપ્યો હતો. ભાજપ અને NDA મળી ત્રીજી વાર સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી છે. તો આવતીકાલે NDA સંસદિય દળની બેઠક યોજાશે જેમાં NDAના સાંસદ દિલ્હીમાં એક સાથે મળશે.
આવતીકાલની બેઠક બાદ NDA તરફથી રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. આ લોકસભા ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે. બીજેપીને 240 બેઠકો પર જીત મળી છે. જે બહુમતના આંકડા 272 કરતા ઓછા છે પરંતુ સહયોગી દળો સાથે મળીને બહુમતના આંકડાઓ વધુ છે. તો અત્યારે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી.
