દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યુ લાગુ, DDMAનો મોટો નિર્ણય
Live TV
-
દિલ્હીમાં કોરોના અને ઓમિક્રૉનનાં વધતા કેસ વચ્ચે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યુ લગાવવામાં આવશે. મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે દિલ્હીમાં આ સપ્તાહથી જ વિકેન્ડ કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
દિલ્હીમાં વધતા કેસોને લઇને આજે DDMAની બેઠક મળી હતી. વિકેન્ડ કર્ફ્યુને લઇને DDMA જલ્દી જ આદેશ જાહેર કરી શકે છે. આ તરફ દિલ્હી AIIMSએ વધતા કેસને જોતા શિયાળું રજા (5થી 10 જાન્યુઆરી સુધી) રદ કરી દીધી છે અને તમામ સ્ટાફને ઝડપથી ફરજ પર પરત ફરવા કહેવાયું છે.
