દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીના પગલે જનજીવનને અસર પહોંચી
Live TV
-
ઉત્તર ભારતમાં 19 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઇ રાહત મળનાર નથી.વિવિધ રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીના પગલે જનજીવનને અસર પહોચી છે. દિલ્હીમાં બરફવાળા પ્રદેશથી આવતી કાતીલ ઠંડીએ મેદાની વિસ્તારમાં લોકોને ધ્રુજાવી રહી છે. આજથી દિલ્હી અને આસપાસના રાજ્યોમાં હલકા વાદળો છવાઇ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 20 જાન્યુઆરી સુધી યેલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે. ભારે ધુમ્મસને કારણે રેલવે, વિમાન અને સડકનો વાહન વ્યવહાર પ્રભાવીત થયો છે. ધુમ્મસને પગલે ઉત્તર રેલવે ક્ષેત્રમાં 13 ટ્રેનો લેઇટ ચાલી રહી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારોમાં ભારે ઠંડીના પગલે સ્કુલોમાં વેકેશન લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના સફદરજંગમાં લધુત્તમ તાપમાન 1.4 ડીગ્રી સેલ્શીયસ નોંધાયું છે.
