પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિવીરોની પ્રથમ બેચ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો
Live TV
-
ગતવર્ષે શરૂ કરાયેલી અગ્નીપથ યોજનાની પ્રથમ બેંચના અગ્નીવીરો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંવાદ કર્યો છે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ યોજના હેઠળ આર્મી, નેવી, અને એરફોર્સ માટે શોર્ટ ટર્મ ભરતી કરવામાં આવે છે. તેનો કાર્યકાળ ચાર વર્ષનો રાખવામાં આવ્યો છે. જેમાંથી 25 ટકાથી વધુ અગ્નીવીરોને રેગ્યુલર રાખવામાં આવશે.. આ યોજનાનો ઉદ્દેશ સેનામાં બદલાવ લાવવાનો છે. આ યોજના હેઠળ અગ્નીવીરોની પસંદગી કરવામાં આવી છે,, તેમની તાલીમનો તબક્કો ચાલી રહ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્ર ભક્તિની ભાવના સમગ્ર દેશમાં જગાડવાનો રહ્યો છે. તેમજ તેના દ્વારા સમાજિક જીવનમાં શિસ્ત, દેશપ્રેમની ભાવના આગળ વધારવાનો રહ્યો છે.
