દેશના રતન અને દિગ્ગજ ઉદ્યાગપતિ મિસ્ટર ટાટાએ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં
Live TV
-
તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતાં
ભારતીય ઉદ્યોગપતિ અને TATA Sons ના માનદ અધ્યક્ષ રતન નવલ ટાટા છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સમાનો કરતા હતાં. આ સમયગાળા વચ્ચે 9 ઓક્ટોબરની રાત્રે Ratan TATA નું 86 વર્ષની વયે નિધન થયું હતું. વય સંબંધિત બિમારીઓને કારણે સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતાં
Ratan TATA એ માર્ચ 1991 થી 28 ડિસેમ્બર 2012 સુધી TATA Group ના ચેરમેન હતાં. તે પછી Ratan TATA એ ફરી એકવાર 2016-2017 સુધી જૂથની જવાબદારી સંભાળી હતી. ત્યારથી તેમણે જૂથના માનદ અધ્યક્ષની ભૂમિકા ગ્રહણ કરી છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937 ના રોજ થયો હતો. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતાં.
મારા માટે તે ગુરુ, માર્ગદર્શક અને મિત્ર હતાં
TATA Sons ના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું, અમે રતન નવલ ટાટાને વિદાય આપીએ છીએ. આ અમારા માટે ધણી દુ:ખદની ઘટના છે. અને અમારી આ ખોટ ક્યારે પણ પૂરી નહીં થઈ શકે. ખરેખર એક અસાધારણ વ્યક્તિ કે જેમના અતુલ્ય યોગદાનથી માત્ર ટાટા જૂથ જ નહીં, પરંતુ આપણા રાષ્ટ્રની રચના પણ બની છે. મિસ્ટર ટાટાએ ટાટા ગ્રૂપના ચેરપર્સન કરતાં વધુ હતાં. મારા માટે તે ગુરુ, માર્ગદર્શક અને મિત્ર હતાં. તે હંમેશા તેના નૈતિક હોકાયંત્ર માટે સાચા રહ્યા.
સિદ્ધાંતોને આટલા જુસ્સાથી ચૅમ્પિયન બનાવ્યા હતાં
મિસ્ટર ટાટાનું પરોપકાર અને સમાજના વિકાસ માટેનું સમર્પણ લાખો લોકોના જીવનને સ્પર્શી ગયું છે. શિક્ષણથી લઈને આરોગ્યસંભાળ સુધી, તેમની પહેલોએ ઊંડી અસર છોડી છે. જેનો લાભ આવનારી પેઢીઓને થશે. આ બધા કાર્યને મજબૂત કરવા માટે ટાટા તરફથી સાચી નમ્રતા હતી. સમગ્ર ટાટા પરિવાર વતી, હું તેમના સ્નેહીજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમનો વારસો અમને પ્રેરણા આપતો રહેશે. અમે તેઓ જે સિદ્ધાંતોને આટલા જુસ્સાથી ચૅમ્પિયન બનાવ્યા હતાં. તેને જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક ટ્વિટમાં Ratan TATA ના નિધનને મોટી ખોટ ગણાવી છે.
-