બદ્રીનાથ વિસ્તારમાં ફસાયેલા ચાર વિદેશી પ્રવાસીઓને SDRF ટીમે સફળતાપૂર્વક બચાવ્યા
Live TV
-
ટ્રેકર્સને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
SDRF ની ટીમે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના શ્રી બદ્રીનાથ વિસ્તારમાં સ્થિત નીલકંઠ ટ્રેક પર ફસાયેલા ચાર વિદેશી પ્રવાસીઓને સફળતાપૂર્વક બચાવ્યા છે. બદ્રીનાથ પોલીસ સ્ટેશન દ્વારા SDRF ટીમને જાણ કરવામાં આવી હતી કે કેટલાક વિદેશી પ્રવાસીઓ નીલકંઠ ટ્રેક પર અટવાયા છે. તેમની શોધ અને બચાવ માટે SDRF ટીમની જરૂર છે.
ટ્રેકર્સને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
ચીફ કોન્સ્ટેબલ રાહુલ થાપાના નેતૃત્વમાં SDRF ની ટીમ તાત્કાલિક બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. પ્રતિકૂળ પરિસ્થિતિ અને રાત્રિના અંધકારમાં, SDRF ની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને ટ્રેકર્સને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ભારે મહેનત પછી ટીમે ચાર વિદેશી પ્રવાસીઓને નીલકંઠ ટ્રેક પર શોધી કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે બદ્રીનાથ લઈ આવ્યા હતાં.
ચૌખંબા-3 શિખર પરથી બે વિદેશી પર્વતારોહકોને બચાવ્યા
પ્રવાસીઓમાં સ્પેનના જોસેફ, બ્રાઝિલના પાઉલો, રોડ્રિગો અને ડેનિલોનો સમાવેશ થાય છે. આ પહેલા રવિવારે ભારતીય વાયુસેના (IAF) એ ચૌખંબા-3 શિખર પરથી બે વિદેશી પર્વતારોહકોને બચાવ્યા હતાં. 60 કલાકથી વધુ લાંબા ઓપરેશન પછી, યુ.એસ. અને બ્રિટનની બે મહિલા પર્વતારોહકોને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચૌખંબા-3 શિખર પરથી બચાવી લેવામાં આવી હતી.
પાઇલટે પર્વતારોહકોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી આપી
સમુદ્ર સપાટીથી 18 હજાર 500 ફૂટની પડકારજનક ઉંચાઈ પર, ભારતીય વાયુસેનાના ચિતા પાઇલટે પર્વતારોહકોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી આપી હતી. ચમોલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને ગુરુવારે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન (IMF) તરફથી ચેતવણી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ચૌખંબા શિખર પર બે પર્વતારોહકો ફસાયેલા છે. આ પછી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.