Skip to main content
Settings Settings for Dark

દેશના વિવિધ ભાગોમાં આજથી બાર દિવસીય વાર્ષિક કાવડ યાત્રાનો પ્રારંભ થયો 

Live TV

X
  • આ યાત્રા આ મહિનાની 15 તારીખે ઉત્તરાખંડના હરિદ્વાર, ગોમુખ અને ગંગોત્રીમાં સમાપ્ત થશે

    આજથી દેશના વિવિધ ભાગોમાં 12 દિવસીય વાર્ષિક કાવડ યાત્રાનો પ્રારંભ થયો છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરકારોએ યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હીથી શરૂ થયેલી કાવડ યાત્રા ઉત્તર પ્રદેશના મેરઠ, સહારનપુર, ગાઝિયાબાદ, શામલી અને બાગપતમાંથી પસાર થશે. આ યાત્રા આ મહિનાની 15 તારીખે ઉત્તરાખંડના હરિદ્વાર, ગોમુખ અને ગંગોત્રીમાં સમાપ્ત થશે.

    આ યાત્રામાં ભાગ લેનાર ભક્તો ગંગા નદીના પવિત્ર જળ સાથે પરત ફરશે. આ યાત્રા દરમિયાન ભક્તો ભગવાન શિવની સ્તુતિમાં ભજન અને કીર્તન ગાય છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા પૂર્ણ કરે છે. કાવડ યાત્રીઓને મદદ કરવા માટે ઘણી બિન-સરકારી સંસ્થાઓ વિવિધ સ્થળોએ અસ્થાયી આવાસ, ભોજન, પાણી અને ચાની વ્યવસ્થા કરે છે.

    આ વર્ષે ઉત્તરાખંડમાં મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓની આવવાની ધારણા છે. રાજ્ય સરકારે યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રા માટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. સમગ્ર યાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply