Skip to main content
Settings Settings for Dark

દેશના 242 જિલ્લામાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળાનું આયોજન કરવામાં આવશે

Live TV

X
  • દેશના 242 જિલ્લાઓમાં આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન કરવામાં આવશે. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મેળામાં ઘણા સ્થાનિક વેપારીઓ, કંપનીઓ અને સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે યુવાનોને તાલીમની તકો પૂરી પાડશે. ધોરણ 5 થી ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિ, કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર અથવા ITI ડિપ્લોમા ધારકો અથવા સ્નાતકો આ એપ્રેન્ટિસશિપ મેળા માટે અરજી કરી શકે છે. પાત્ર વ્યક્તિઓ વેબસાઇટ www.apprenticeshipindia.gov.in પર નોંધણી કરાવી શકે છે અને મેળાના નજીકના સ્થાનની મુલાકાત લઈ શકે છે.

    મંત્રાલયે ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવની વિગતો, ફોટો આઈડીની ત્રણ નકલો સબમિટ કરવા જણાવ્યું છે. અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લાવવાની સલાહ આપવામાં આવે છે. દર મહિનાના બીજા સોમવારે દેશભરમાં એપ્રેન્ટિસશીપ મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જ્યાં પસંદગી પામેલા ઉમેદવારોને નવા કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે, સરકારી જોગવાઈઓ અનુસાર માસિક ધોરણે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. સરકાર દર વર્ષે 10 લાખ યુવાનોને તાલીમ દ્વારા પ્રશિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવામાં પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળો મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply