એરો ઇન્ડિયા 2023નું 14મા સંસ્કરણનું 13થી 17 ફેબ્રુઆરી સુધી બેંગલુરૂના વાયુ મથક ખાતે આયોજન થશે
Live TV
-
એરો ઇન્ડિયા 2023નું 14મા સંસ્કરણનું 13થી 17 ફેબ્રુઆરી સુધી બેંગલુરૂના વાયુ મથક ખાતે આયોજન થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હી ખાતે વિદેશી રાજદૂતોને એરો ઇન્ડિયા 2023 સંબંધે જાણકારી આપશે.પાંચ દિવસના કાર્યક્રમમાં એરો સ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગો સંબંધીત વેપાર પ્રદર્શન ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા હવાઇ પ્રદર્શન પણ થશે. એરોસ્પેસ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ અને મોટા રોકાણકારો ઉપરાંત વિશ્વભરના વિચારકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રદર્શન કાર્યક્રમ સ્થાનિક વિમાન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથોસાથ મેક ઇન ઇન્ડિયાના હેતુને પણ આગળ વધારશે. વર્ષ 2021માં 55થી વધુ દેશના પ્રતિનિધી અને પાંચસો 40 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો.
