આજથી G20 નાણાકીય સમાવેશ સૂચકાંકો (GPFI) પર કાર્યકારી જૂથની પ્રથમ બેઠક કોલકાતામાં શરૂ થશે
Live TV
-
G-20 નાણાકીય સમાવેશ સૂચકાંકોના સંદર્ભમાં જૂથની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ થશે. આ બેઠકમાં તમામ સભ્ય દેશો, આમંત્રિતો અને સંગઠનો જેમ કે વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને સંયુક્ત રાષ્ટ્રો ભાગ લેશે. મુખ્ય સત્ર નાણાકીય સમાવેશ માટે વૈશ્વિક ભાગીદારી વિષય પર ચર્ચા કરશે.
નાણા મંત્રાલયના નાણાકીય બાબતોના વિભાગના સલાહકાર ચંચલ સરકારે જણાવ્યું હતું કે આ બેઠક નાણાકીય સમાવેશ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવા પર ચર્ચા સાથે શરૂ થશે. આ ચર્ચામાં આંતરરાષ્ટ્રીય સ્તરના 12 નાણાકીય નિષ્ણાતો ભાગ લેશે. આ ઉપરાંત ઇનોવેટિવ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે સંપૂર્ણ બેઠક મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા વધે તે માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, વધુને વધુ લોકોને સામેલ કરવા, વિદેશમાં રેમિટન્સ પર રેમિટન્સ ફી ઘટાડવા અને મધ્યમ અને નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય વધારવા પર ભાર મૂકવામાં આવશે.
