Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સમેલનનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઇ રહ્યું છે. ઇન્દોર શહેર ભારતનું સૌથી સ્વચ્છ શહેર હોવાનુંગૌરવ ધરાવે છે. ઇન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત થઇ ચુકી છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આજે સંમેલનનું વિધિવત ઉદઘાટન કરશે. આ પ્રસંગે ગુઆનાના પ્રમુખ ડો. મોહમ્મદ ઇરફાન મુખ્ય અતિથી અને સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથીપદ સંભાળી રહ્યા છે. આજે એક ટપાલ ટિકિટ `સુરક્ષિત જાઓ, પ્રશિક્ષીત જાઓ ' પણ બહાર પડાશે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે પ્રવાસી સ્વતંત્રતા સૈનિકોના યોગદાન પર પહેલી જ વાર એક પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું આયોજન થશે. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ સમાપન સત્રનું અધ્યપદ સંભાળશે અને પ્રવાસી ભારતીય સન્માન પ્રદાન કરશે. કોવિડ મહામારીને કારણે દેશમાં ચાર વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઇ રહ્યું છે. 

    કોન્ફરન્સમાં 70 દેશોના 3500 થી વધુ સભ્યો ભાગ લેશે
    પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં વિશ્વના વિવિધ 70 દેશોમાંથી 3500 થી પણ વધુ સભ્યો ‘પ્રવાસીઓ: અમૃત કાલમાં ભારતની પ્રગતિના વિશ્વસનીય ભાગીદારો’ થીમ હેઠળ આયોજિત થનારી ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભાગ લેશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે ગયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી, સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી, ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય જેનેતા મસ્કરેન્હાસ ઉપસ્થિત રહ્યાં હતા.

    વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે સોમવાર ઉદ્ઘાટન સંબોધન કરશે. પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9મી જાન્યુઆરીએ દેશના વિભિન્ન શહેરોમાં ઉજવવામાં આવે છે. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2002માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. આ દિવસ મહાત્મા ગાંધીની ભારત પરત ફરવાની યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધી વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી 9 જાન્યુઆરીએ સ્વદેશ પરત ફર્યા હતા. જો કે પ્રવાસી ભારતીય દિવસ 2015 થી દર બે વર્ષે ઉજવવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply