દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી
Live TV
-
હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે
દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં ચતુર્દશીના રોજ શિવરાત્રિ મનાવવામાં આવે છે. હરિદ્વાર કુંભ મેળામાં મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ શાહી સ્નાન પ્રસંગે શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે. મહાશિવરાત્રિ પ્રસંગે હરકી પૌઢી ઘાટને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યો છે. દેશભરના શિવમંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન માટે મંદિર આવી રહ્યા છે.
વિદ્યાનગરમાં ઓમકારેશ્વર મંદિરમાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે
આજે દેશભરમાં મહા શિવરાત્રીપર્વની ઉજ્વણી થઇ રહી છે. વિદ્યાધામ વિદ્યાનગરમાં પણ ઓમકારેશ્વર મંદિરમાં આજે વહેલી સવારથી ભોળેનાથના ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. વિધ્યાનગરમાં એક જ મંદિર આવેલું છે. દેશ વિદેશ અને ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ આ સ્થાનની ખાસ મુલાકાત લેતા હોય છે. આજે મહાશિવરાત્રી પર્વે મંદિરમાં ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુ આનંદપુર્વક શિવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે.