દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે ઈદ ઉલ અઝહનો તહેવાર
Live TV
-
દેશભરમાં આજે ઇદ ઉલ અજહાના તહેવારની ઉજવણી થઇ થઇ રહી છે. આ અવસરે ઇદગાહો, મસ્જિદો અને દરગાહોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવી રહી છે. ઇસ્લામધર્મ અનુસાર આજનો દિવસને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે. ઇસ્લામીક કેલેન્ડર અનુસાર ઇદ ઉલ અજહાનું પર્વ 10મા મહિને શવ્વાલના પ્રથમ દિવસે ઉજવાય છે. આ પર્વ મીઠી ઇદના બે મહિના 10 દિવસ બાદ ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આ તહેવારની પૂર્વસંધ્યાએ દેશવિદેશમાં રહેનારા મુસ્લીમ ભારતીયોને શુભકામના પાઠવી હતી. તેમણે સંદેશમાં કહ્યું હતું કે આ તહેવાર પ્રેમ અને બલિદાનનો પવિત્ર પર્વ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આ તહેવાર ત્યાગ અને નિસ્વાર્થ સેવાનું પ્રતિક છે. આ તમામ પરિવારો અને સમુહદાયો દ્વારા પરસ્પર ખુશી અને શુભકામના પાઠવવાનો અવસર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામના પાઠવી છે. પી એમ એ ટ્વીટ કરીને કહ્યુ કે આ તહેવાર તમામ માટે સુખ અને સમુદ્ધિ લાવે આ આપણા સમાજમાં એકજુથતા અને સદભાવની ભાવના ને કાયમી રાખે--ઈદ મુબારક....
