આજે ભારત અને ફિલિપાઇન્સના દ્વિપક્ષિય સહયોગના પાંચમી સંયુક્ત પંચની બેઠક
Live TV
-
વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર અને ફિલિપાઈન્સના વિદેશ સચિવ એનરિક એ. મનાલો આજે નવી દિલ્હીમાં આયોજિત દ્વિપક્ષીય સહયોગ પર પાંચમા ભારત-ફિલિપાઈન્સ જોઈન્ટ કમિશન JCBCની સહ-અધ્યક્ષતા કરશે.
બેઠક દરમિયાન, બંને પક્ષો રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ સહયોગ, વેપાર અને રોકાણ, આરોગ્ય, પર્યટન, કૃષિ, નાણાકીય તકનીક સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે ગઈકાલે ફિલિપાઈન્સના વિદેશ મંત્રી એનરિક એ. મનાલો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મનાલો વિદેશ મંત્રી એસ જયશંકરના આમંત્રણ પર 27-30 જૂન સુધી ભારતની મુલાકાતે છે.
