Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ આજે બિહારના લખીસરાયમાં જાહેર સભાને સંબોધશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે તેઓ આજે બપોરે મુંગેર સંસદીય મતવિસ્તાર હેઠળ લખીસરાય ખાતે હુંકાર રેલીને સંબોધિત કરશે. 2024ની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 15 રાજકીય પક્ષોની તાજેતરની સંયુક્ત બેઠક બાદ અમિત શાહની આ પ્રથમ જાહેર સભા છે. 

    અમિત શાહ બિહાર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વિજય કુમાર સિન્હાના ઘરે પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે. ભગવાન શંકરના પ્રસિદ્ધ મંદિર અશોક ધામમાં પણ પ્રાર્થના કરશે. તેઓ ભારતીય જનતા પાર્ટીના એક મહિનાના મહાસંપર્ક અભિયાનના ભાગરૂપે જાણીતા મંદિરોના સંચાલકો સાથે બેઠક કરશે. 

    અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને, લખીસરાય જિલ્લા વહીવટીતંત્રે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply