દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 22,775 નવા કેસ નોંધાયા
Live TV
-
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 22,775 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી દેશભરમાં 24 કલાકમાં 8,949 દર્દી સાજા થયા અને દેશમાં 24 કલાકમાં કોરોનાથી 406 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,42,75,312 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 1,04,781 છે. સમગ્ર દેશમાં 24 કલાકમાં રસીના 58,11,487 ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી રસીના સમગ્ર દેશમાં કુલ 145,16,24,150 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 67,89,89,110 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં ઓમિક્રૉનના કુલ 1431 કેસ નોંધાયા છે અને ઓમિક્રોનથી 488 દર્દી દેશભરમાં સાજા થયા છે. અત્યાર સુધી દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે.
