Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે PM-KISHAN યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12:30 વાગે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નાણાંકીય લાભાર્થીઓનો 10મો હપ્તો જાહેર કર્યો. 10 કરોડ જેટલાં ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારને 6 હજાર રૂપિયા પ્રતિવર્ષ નાણાંકીય લાભ અપાય છે. આ રકમ બે-બે હજારના ત્રણ હપ્તામાં ખાતામાં સીધી જમા કરાય છે. અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને 1,60,000 કરોડ રૂપિયા અપાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 351 કૃષિ ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાથી વધુ રકમનું ઇક્વિટી અનુદાન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ ઉત્પાદક સંગઠનો સાથે વાતચીત કર્યું અને રાષ્ટ્રને સંબોધન કર્યું. કેન્દ્રીય કૃષિ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

    ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત એક જ દિવસમાં રાજ્યનાં 33 જિલ્લાઓનાં 57.48 લાખ ખેડૂતોને 10માં હપ્તાની કુલ રૂ.1149 કરોડની રાશિ ડીબીટી મારફતે ચુકવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી આ અવસરમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા. કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ તેમજ કૃષિ નિયામક સોલંકી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply