Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના નવા 9971 કેસ, જ્યારે રિકવરી રેટ 48.36% 

Live TV

X
  • છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ હજાર 220 લોકો સાજા થયા છે.

     

     દેશમાં covid-19 રિકવરી રેટ 48.36 ટકા થયો છે અને કોરોના વાયરસથી અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર 293 લોકો રિકવર થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ હજાર 220 લોકો સાજા થયા છે.
     
    આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં કોવિડ -19 ના નવ હજાર 971 નવા કેસ છેલ્લા 24 કલાકમાં  નોંધાયા છે. કુલ બે લાખ 46 હજાર 628 નોંધાયા છે. ભારતમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી એક દિવસમાં નવા કેસોમાં આ સૌથી વધુ વધારો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 287 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ મોતનો આંકડો છ હજાર 929 છે. 
     
    દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ, આઇસીએમઆરએ જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ એક લાખ 42 હજાર 69 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ સાથે, દેશમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 46 લાખ 66 હજાર 386 પર પહોંચી ગઈ છે.
     
    આઈસીએમઆર સરકાર અને ખાનગી પ્રયોગશાળાઓને મંજૂરી આપીને કોવિડ -19 માટે તેની પરીક્ષણ સુવિધાઓ સતત વધારી રહી છે. હવે સુધીમાં, ભારતભરની કુલ 759 પ્રયોગશાળાઓને પરીક્ષણો કરવા મંજૂરી આપવામાં આવી છે, જેમાં 531 સરકારી પ્રયોગશાળાઓ અને 228 ખાનગી પ્રયોગશાળાઓની સાંકળોનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply