દેશમાં કોરોનાના 1,17,100 નવા કેસ નોંધાયા, ઓમિક્રૉનના દર્દીઓ 3,007 પાર
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,17,100 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 30,836 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધી 3.43 કરોડથી વધારે દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. ગઇકાલે કોરોનાના કારણે 302 દર્દીઓએ જીવ ગુમાવ્યો.
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 97.57 ટકા પર છે. દૈનિક પોઝિટિવિટી રેટ 7.74 ટકા તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.54% છે.
રસીકરણની વાત કરીએ તો, ગુરુવારે 94 લાખ 47 હજાર 056 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો 149.66 કરોડને પાર પહોંચી ગયો છે.
ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 15,13,377 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 68.68 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
દેશમાં ઓમિક્રૉનના 3,007 કેસ સામે આવ્યા છે, જેમાંથી 1199 દર્દી સાજા થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 876 અને દિલ્લીમાં ઓમિક્રૉનના 465 કેસ નોંધાયા છે.
