Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના વિરુદ્ધ લડાઈ બની તેજ, રિકવરી રેટ વધીને થયો 62. 42 ટકા

Live TV

X
  • દેશમાં હાલ 2 લાખ 76 હજાર 682 સંક્રમણના સક્રીય કેસ

    કોરોના સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થનારા લોકોની સંખ્યાં દેશમાં સતત વધી રહી છે... કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવેલા આંકડા અનુસાર 4 લાખ 95 હજાર 515 લોકો આ સંક્રમણથી અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ચુક્યાં છે. ખાસ વાત એ છે દેશમાં સંક્રમિતોનો રિકવરી દર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના સામેનો રિકવરી દર વધીને 62.42 થયો છે. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રિકવરી દર રાષ્ટ્રીય દર કરતા વધારે છે. જ્યારે કોરોના મહામારીના કારણે થઈ રહેલા મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. મૃત્યુદર ઘટીને 2.72 ટકા થઈ ગયો છે જ્યારે 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડથી થનારા મૃત્યુદરમાં પણ રાષ્ટ્રીય દર કરતાં ઘટાડો નોંધાયો છે.. દેશમાં હાલ 2 લાખ 76 હજાર 682 સંક્રમણના સક્રીય કેસ છે.. અત્યાર સુધીમાં દેશોમાં કોવિડ-19થી જીવ ગુમાવનારા લોકોની સંખ્યાં 21 હજાર 604 થઈ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply