દેશમાં કોવિડ -19થી સાજા થનારાઓની સંખ્યા વધીને 1 લાખ 4 હજાર 106 પર પહોંચી
Live TV
-
દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખ 6 હજાર, 3 લાખથી વધુના મોત.
દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે અને કેન્દ્ર સરકાર આ મહામારીના બચાવ માટે સંભવ પ્રયાસ કરી રહી છે. આરોગ્ય મંત્રાલયે આપેલી જાણકારી મુજબ દેશમાં કોરોના વાયરસના કુલ એક લાખ 6 હજાર 737 સક્રિય કેસ છે. તો એક લાખ 4 હજાર 106 લોકો સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. દેશમાં કુલ છ હજાર 75 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં મૃત્યુદર ઘટી રહ્યો છે. દેશમાં કોવિડ-19ની તપાસ માટે કુલ 688 લેબ કાર્યરત છે. તે પૈકી 480 લેબ સરકારી છે. તો બાકીની ખાનગી લેબ છે. દેશમાં 952 હોસ્પિટલ
કોવિડ-19ની સારવાર માટે સમર્પિત થઇ ચુકી છે. 2 હજાર 351 કોવિડ હેલ્થ સેન્ટર પણ ઉભા થયા છે. હેલ્થ સેન્ટરને માસ્ક અને પીપીઇ કીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
