ફિલ્મ નિર્દેશક બાસુ ચેટર્જીના નિધન પર પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ
Live TV
-
રજનીગંધા, ખટ્ટમીઠા ના સર્જક બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં નિધન, રાષ્ટ્રપતિ રામનથા કોવિંદે પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
રજનીગંધા અને ચમેલી કી શાદી જેવી યાદગાર ફિલ્મો બનાવનારા બાસુ ચેટર્જીનું ગુરુવારે નિધન થયું હતું. મુંબઈમાં તેમના નિવાસે સવારે 8.00 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. બાસુ દા તરીકે જાણીતા બાસુ ચેટરજી 90 વર્ષના હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ફેન્સ તેમને અંજલિ અર્પી રહ્યા છે.બાસુ ચેટરજીનું હિન્દી સિનેમામાં ઘણુ યોગદાન રહ્યું અને લાંબા સમયથી તેઓ ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે ઘણી ક્લાસિક ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. મધ્યમ વર્ગની નાડ પારખવામાં બાસુ દા નિષ્ણાત હતા. તેમની ફિલ્મોના પાત્રો દૈનિક જીવનમાંથી જ નીકળતા હતા. તેઓ આમ સીધા સાદા પણ મજાકિયા હતા. તેમની ફિલ્મોમાં રજનીગંધા, ચિતચોર, છોટી સી બાત, દિલ્લગી, ખટ્ટા મીઠા,પસંદ અપની અપની અને ચમેલી કી શાદીનો સમાવેશ થતો હતો.
તેમનો જન્મ દસમી જાન્યુઆરી 1930માં અજમેર ખાતે થયો હતો. તેમણે બ્લિટ્ઝ મેગેઝિનમાં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દી આરંભી હતી. 18 વર્ષની વયે તેમણે ફિલ્મો તરફ દોડ લગાવી હતી.તેમણે બાસુ ભટ્ટાચાર્યના આસિસ્ટન્ટ તરીકે રાજ કપૂરની ફિલ્મ તીસરી કસમ બનાવી હતી. આ ફિલ્મમાં બાદમાં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
બાસુ ચેટરજીની યાદગાર ફિલ્મોની યાદી
રજનીગંધા (1974)
છોટી સી બાત (1975)
બાતો બાતો મેં (1979)
દિલ્લગી (1978)
ચમેલી કી શાદી (1986)
શૌકીન (1981)
ખટ્ટા મીઠા (1978)
ગુદગુદી (1997)
મંઝીલ (1979)
