Skip to main content
Settings Settings for Dark

દેશમાં તમામ માનવરહિત ક્રોસિંગ્સ દૂર કરવામાં આવ્યા : રેલ મંત્રી પિયુષ ગોયલ

Live TV

X
  • સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા તેમજ ઘરેલું ઉદ્યોગોના હિતો માટે અનેક પગલાં લીધાં છે.

     

     ભારતીય રેલ્વે દેશની જીવનરેખા ગણવામાં આવે  છે. દેશમાં 2019-20 દરમિયાન રેલ દુર્ઘટનામાં એક પણ મુસાફરોની જાનહાની થઈ નથી. કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પર ભારતીય રેલ્વેની ઉપલબ્ધિઓ લખેલી છે.તેમણે માહિતી આપી છે કે સલામતી અને કામગીરીની દ્રષ્ટિએ ગત વર્ષ રેલ્વે માટે નોંધપાત્ર રહ્યું છે. કેન્દ્રિય મંત્રી પિયુશ ગોયલે માહિતી આપી હતી કે, સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા તેમજ ઘરેલું ઉદ્યોગોના હિતો માટે અનેક પગલાં લીધાં છે.
     
     દેશમાં તમામ માનવરહિત સ્તરના ક્રોસિંગ્સને ખતમ કરવામાં આવ્યા હતા જ્યારે એક હજાર 274 માનવ સંચાલિત ક્રોસિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. નવી લાઇન, ડબલિંગ અને ગેજ કન્વર્ઝનનું અમલીકરણ 2019-20માં વધીને 2 હજાર 226 કિલોમીટર થયું છે.
     
     આ વર્ષ દરમિયાન મળેલા સરેરાશ વાર્ષિક કમિશન કરતા લગભગ 5૦ ટકા વધારે છે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, ટ્રેનોની સમયગાળો પણ છેલ્લા વર્ષ કરતા લગભગ 10 ટકાનો સુધારો થયો છે. ગોયલે જણાવ્યું હતું કે, કોવિડ -૧ રોગચાળાના સમયે પણ ભારતીય રેલ્વે નિયમિત રીતે ખાદ્ય પદાર્થો, કોલસો, મીઠું, ખાંડ, દૂધ, ખાદ્યતેલ જેવી ચીજવસ્તુઓની પહોચાડવાનીકામગીરી કરી છે. તેમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના સંચાલન પર પણ પ્રકાશ પાડ્યો જેણે અત્યાર સુધીમાં 5૦ લાખથી વધુ સ્થળાંતર કામદારોને તેમના ગૃહ રાજ્યોમાં લઇ ગયા છે. રેલવે દ્વારા પરિવહનકારોને અત્યાર સુધીમાં 75 લાખથી વધુ મફત ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply