વંદે ભારત મિશન અંતર્ગત અરબ દેશો માથી આજે 2800થી વધુ ભારતીયોને વતન પરત લાવવામાં આવશે
Live TV
-
સંયુક્ત આરબ અમીરાતથી આઠ ફ્લાઇટ્સ સુનિશ્ચિત થયેલ છે
દેશમાં 2,800 થી વધુ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે વંદે ભારત મિશન અંતર્ગત ગલ્ફ દેશોમાંથી 17 ફ્લાઇટ્સ નિર્ધારિત છે. સંયુક્ત આરબ અમીરાતથી આઠ ફ્લાઇટ્સ સુનિશ્ચિત થયેલ છે. દુબઇથી કોચી, કન્નુર, કોઝિકોડ, તિરુવનંતપુરમ, હૈદરાબાદ, લખનઉ અને દિલ્હી આવવા માટે સાત ફ્લાઇટ્સ ઉપડશે. એક ફ્લાઇટ અબુધાબીથી કોઝિકોડ જવા માટે સુનિશ્ચિત થયેલ છે. જેદ્દાહથી, કોઝિકોડ માટે ફ્લાઇટ સુનિશ્ચિત થયેલ છે. કુવૈતની કન્નુરની એક ફ્લાઇટ છે અને બહેરિનથી કોઝિકોડ સુધીની ફ્લાઇટ છે. ઓમાનની જયપુર, અમદાવાદ અને તિરુવનંતપુરમની ત્રણ ફ્લાઇટ્સ છે જ્યારે દોહાની દિલ્હી, અમદાવાદ અને કોચીની ત્રણ ફ્લાઇટ્સ છે.
વિસ્થાપન પ્રક્રિયા દરમ્યાન પરેશાન કામદારો, ફસાયેલા પ્રવાસીઓ, સગર્ભા સ્ત્રીઓ, તબીબી કટોકટીના કેસો અને વરિષ્ઠ નાગરિકોને અગ્રતા આપવામાં આવી રહી છે. શુક્રવારે, શિશુઓ સહિત બે હજાર 280 ફસાયેલા ભારતીયો શુક્રવારે જુદા જુદા ખાડી દેશોની વંદે ભારતની ફ્લાઇટ્સ દ્વ્રારા ઘરે પહોંચ્યા હતા. આજે, ગલ્ફથી 17 ફ્લાઇટ્સ નિર્ધારિત છે. અન્ય 2,800 ભારતીયો પોતાના વતન પાર્ટ ફરશે. મોટાભાગની ફ્લાઇટ્સ યુએઈની છે.
