Skip to main content
Settings Settings for Dark

 ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા: પાછલા એક વર્ષમાં મોદી સરકાર દ્વ્રારા અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા 

Live TV

X
  • .જેપી નડ્ડાએ પાર્ટી મેગેઝિન કમલ સંદેશનો વિશેષ અંક પણ બહાર પાડ્યો હતો

     

    મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષ પૂરા થવા પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેસને સંબોધન કર્યું હતું.જેપી નડ્ડાએ પાર્ટી મેગેઝિન કમલ સંદેશનો વિશેષ અંક પણ બહાર પાડ્યો હતો. . જેપી નડ્ડાએ પીએમ મોદીને હાર્દિક અભિનંદન આપતાં કહ્યું કે 6 વર્ષમાં ભારત પીએમ મોદીના નેતૃત્વમાં સ્વનિર્ભર બની ગયું છે. પ્રથમ કાર્યકાળમાં, મોદીજીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું, અને બીજા કાર્યકાળમાં, તેમણે ગૌરવપૂર્ણ નિર્ણયો લીધા જેથી ગરીબ વ્યક્તિને લાભ મળી શકે.છેલ્લા એક વર્ષમાં સરકારે અનુચ્છેદ 370 હટાવ્યો અને ત્રણ તલાક પ્રથા નાબૂદ જેવા કાયદા બનાવીને ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. કોરોના મહામારી સામેની સંપૂર્ણ લડાઈ કેવી રીતે લડાય એ મોદીએ સાબિત કરીને બતાવ્યું છે. આજે ભારતમાં વેન્ટિલેટર બનાવવામાં આવી રહ્યા છે. આઇસીયુની ક્ષમતામાં વધારો થયો છે. આ એક વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
     
    - કલમ 370ને હટાવવામાં આવી 
    - મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકથી આઝાદી મળી
    - એનઆઈએનો વ્યાપ વધાર્યો
    - પોસ્કોનો બોલ્ડ નિર્ણય
    - કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો
    - ઘણી બેંકો મર્જ થઈ ગઈ
    - એમએસએમઇને સરળતાથી લોનનો માર્ગ અપાયો
    - રામ મંદિરનો નિર્ણય આવ્યો, ત્યાં ટ્રસ્ટને જમીન આપવામાં આવી છે, ત્યાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply