PM નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના માધ્યમથી દેશની જનતા સાથે મનકી બાત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 31 મેના રોજ આકાશવાણીના માધ્યમથી દેશની જનતા સાથે મનકી બાત કરશે. કાર્યક્રમની તે 65મી કડી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે વિવિધ વિષયે સંવાદ કરશે. આકાશવાણી ઉપરાંત દૂરદર્શનની તમામ ચેનલ પર આ કાર્યક્રમનું પ્રસારણ થશે. એઆઈઆર, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી સવારે 11 વાગ્યે તેમના વિચારો હિંદીમાં વ્યકત કરશે, ત્યારબાદ તરત તેનો ગુજરાતી ભાવાનુવાદ પ્રસારીત કરાશે. જે ગુજરાતનાં તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ.એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે. રવિવારે 31મી એ રાત્રે 8 વાગ્યે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે
