નોકરી ઇચ્છુકોના વ્યક્તિત્વના વિકાસ માટે ઓનલાઇન કારકિર્દી કૌશલ્ય તાલીમ શરૂ થઈ
Live TV
-
શ્રમ અને રોજગાર મંત્રાલયે તેના રાષ્ટ્રીય કારકિર્દી સેવા (એનસીએસ) પ્રોજેક્ટ અંતર્ગત નોંધાયેલા નોકરી ઇચ્છુક વ્યક્તિઓને નિશુલ્ક ઓનલાઇન કારકિર્દી કૌશલ્ય તાલીમ આપવાનું શરૂ કર્યું છે.
રાષ્ટ્રીય કારકિર્દી સેવાએ COVID-19 અને તેના લીધે થયેલા લોકડાઉનના પરિણામે શ્રમિકો માટે આવતા પડકારોને સરળ બનાવવા માટે અનેક પહેલ કરી છે.
એનસીએસએ લોકડાઉનના સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 76 જેટલા ઓનલાઇન જોબ ફેર યોજ્યા છે. જોબ સીકર્સ અને એમ્પ્લોયર વચ્ચેના અંતરને પહોંચી વળવા માટે ઓનલાઇન જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે, જ્યાં પોર્ટલ પર જોબ પોસ્ટિંગથી ઉમેદવારની પસંદગી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
