જમ્મુ-કશ્મીર: કુલગામમાં એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર
Live TV
-
શનિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા એમ પોલીસે જણાવ્યું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના વાનપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીને પગલે એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું: "02 આતંકવાદીઓ માર્યા ગયા.ઓળખની પુષ્ટિ થઈ રહી છે. અને ઓળખ માટેની શોધખોળ ચાલુ છે".
