શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્રારા 52લાખ શ્રમિકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા
Live TV
-
3,840 ટ્રેનો દ્રારા 52લાખ લોકોને શ્રમિકોને અત્યાર સુધી પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા
રેલ્વે દ્રારા અત્યાર સુધીમાં 52 લાખથી વધુ મુસાફરોને વિશેષ ટ્રેનોમાં તેમના રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.શુક્રવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે જણાવ્યું કે દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ 3,840 વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે.
રેલ્વે બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે રેલ્વે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્યોની તમામ માંગણીઓ પૂરી કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આવી 80 ટકા ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ સ્થાનો માટે ચલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન પછી, રેલવેએ 1 મેથી વિભિન્ન સ્થળોએ ફસાયેલા પરપ્રાંતીય કામદારો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના સ્થળો પર લઈ જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું હતું.
રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું છે કે રાજ્યોની જરૂરિયાત પ્રમાણે અત્યારસુધીમાં કુલ 3 હજાર 840 શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી છે. તે પૈકી 71 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે શ્રમિકો માટે ટ્રેન તૈયાર છે. રાજ્યો જ્યારે પણ પોતાની જરૂરિયાતની જાણ કરશે ત્યારે ટ્રેન પુરી પાડવામાં આવશે.
તેમણે શ્રમિકોને સંયમ જાળવવા અપીલ પણ કરી હતી.
