દેશમાં નવા વેરિઅન્ટની શક્યતા ઘટાડવા માટે સરકાર એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓનું રેન્ડમ સ્ક્રીનિંગ કરશે
Live TV
-
તમામ વિદેશી પ્રવાસીઓનું RT-PCR ટેસ્ટિંગ તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરુ કરવામાં આવશે.
સરકારે કહ્યું છે કે, કોવિડની વૈશ્વિક પરિસ્થિતિ અને તેના વિવિધ વેરિયન્ટ દ્વારા ઊભા થયેલા પડકારો પર નજર રાખી રહી છે અને સરકાર જાહેર આરોગ્યનાં પગલાં લઈ રહી છે. દેશમાં પ્રવેશતા નવા પ્રકારનું જોખમ ઘટાડવા માટે તમામ વિદેશી પ્રવાસીઓનું RT-PCR ટેસ્ટિંગ તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરુ કરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સંસદના બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, સરકાર આ મહામારી સામે લડવા માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ સામે મક્કમતા અને નિશ્ચય સાથે સામૂહિક સંઘર્ષ ચાલુ રાખવાની જરૂર છે.
ડો. મનસુખ માંડવિયાએ ગૃહને માહિતી આપી હતી કે, આગામી તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને, રાજ્યોને સમુદાય અને અન્ય લોકોમાં કોવિડ યોગ્ય વર્તન વિશે અસરકારક જાગૃતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, જ્યાં સમગ્ર વિશ્વમાં કોવિડના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભારતમાં છેલ્લા એક વર્ષથી કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં, દેશભરમાં દરરોજ સરેરાશ 153 કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.
રાજ્યોને લોકોના સમુહો ઉપર દેખરેખ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જરૂરી નિયંત્રણ અને નિવારણ પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. તેમને દેશમાં ફેલાતા નવા કોરોના વેરિયન્ટની સમયસર તપાસ માટે તમામ પોઝિટિવ કેસોના સંપૂર્ણ જીનોમ સિકન્સિંગ ટેસ્ટને ઝડપી બનાવવાની પણ સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોએ દેશભરમાં કુલ 220 કરોડથી વધુ એન્ટી-કોવિડ રસીના ડોઝ આપવાનો વિક્રમી આંકડો પાર કરી લીધો છે.
