દેશમાં રસીકરણનો આંકડો 166 કરોડને પાર, છેલ્લા 24 કલાકમાં 28 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા
Live TV
-
રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં 166 કરોડથી વધુ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 28 લાખ 90 હજારથી વધુ ડોઝ અપાયા હતા. છેલ્લા 24 કલાક દરમ્યાન 2 લાખ 62 હજારથી વધુ લોકો સાજા થતાં કોવિડથી સાજા થવાનો દર 94.37 ટકા થયો છે. દેશમાં 18 લાખ 31 હજારથી વધુ કોવિડના સક્રિય કેસો છે. જયારે 2 લાખ 9 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 લાખ 31 હજારથી વધુ કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા છે. દેશભરમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં રસીના 1,66,03,96,227 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશની 75 ટકાથી વધુ પુખ્ત વસ્તીને હવે કોરોના સામે સંપૂર્ણ રસી આપવામાં આવી છે.જેના પર પ્રધાનમંત્રીએ રવિવારના રોજ ટ્વિટ કરીને દેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, ભારત "મહાન સફળતા" સાથે કોરોનાની નવી લહેર સામે લડી રહ્યું છે. સ્વદેશી રસીઓમાં લોકોનો વિશ્વાસ "આપણી શક્તિ"છે.
સાડા ચાર કરોડ બાળકોને પણ કોરોનાની રસી લાગી પ્રધાનમંત્રી મોદીએ તેમના માસિક કાર્યક્રમ 'મન કી બાત' રેડિયો પ્રસારણમાં જણાવ્યું હતું કે, દેશમાં 4.5 કરોડ બાળકોને પણ કોરોનાની રસી મળી છે. 'મન કી બાત' રેડિયો પ્રસારણમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 'હવે કોરોના સંક્રમણના કેસ પણ ઓછા થવા લાગ્યા છે, આ ખૂબ જ સકારાત્મક સંકેત છે. ગર્વની વાત છે કે, અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ બાળકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
