Skip to main content
Settings Settings for Dark

દેશમાં સમાન નાગરિક ધારો-UCCના અમલીકરણથી રાષ્ટ્રવાદ અસરકારક બનશે અને દેશની એકતા મજબૂત થશે - ઉપરાષ્ટ્રપતિ

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઇકાલે આસાના ગુવાહાટીમાં ભારતીય ટેકનોલોજી સંસ્થાના પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે, દેશમાં સમાન નાગરિક ધારો UCCના અમલીકરણથી રાષ્ટ્રવાદ અસરકારક બનશે અને દેશની એકતા મજબૂત થશે. વધુમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત વિશ્વમાં મૂડીરોકાણનું કેન્દ્ર બને તે માટે કેન્દ્ર સરકારે અસરકારક પગલાં લીધાં છે અને તેથી ભારત આજે વિશ્વનું પાંચમા ક્રમાંકનું અર્થતંત્ર બન્યું છે. ઉપરાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારને વિકાસ અને લોકતંત્રનો વિરોધી ગણાવીને ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા યુવાનોને અપીલ કરી હતી. ગઇકાલના પદવીદાન સમારોહમાં 303 સંશોધક સહિત 2 હજાર 11 વિદ્યાર્થીઓને પદવીઓ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ ડૉ.શંકરદયાળ શર્મા સુવર્ણચંદ્રક અને રાષ્ટ્રપતિના સુવર્ણચંદ્રક બે તેજસ્વી વિદ્યાર્થીઓને અર્પણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply