Skip to main content
Settings Settings for Dark

દેશ-વિદેશમાં આજે ઉજવાઈ રહ્યું  છે શીખ ધર્મના 10મા ગુરુશ્રી ગુરુ ગોવિંદસિંહનું પ્રકાશપર્વ

Live TV

X
  • આજે  શીખ ધર્મના 10 મા ગુરુશ્રી ગુરુ ગોવિંદસિંહનું પ્રકાશપર્વ ઉજવાઇ રહ્યું છે.  આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહના પ્રકાશપર્વની સૌને હાર્દિક શુભેચ્છા. ખાલસા પંથના સંસ્થાપક, ' સરબંસ દાની' ગુરુ  ગોવિંદસિંહે હંમેશા સમાનતા અને ન્યાય માટે લડત આપી. માનવતાની સેવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા આપણને સતત પ્રેરણા આપતી રહેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી માનવતાની સેવામાં ગુરુ ગોવિંદસિંહના  યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહના અદ્વિતીય સાહસ હંમેશા લોકોને પ્રેરણા આપતા  રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી ગુરુ ગોવિંદસિંહને નમન કર્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply