નવી દિલ્હીમાં આજે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક
Live TV
-
"એક દેશ, એક ચૂંટણી" પર આજે સંયુક્ત સમિતિની આગળના તબક્કા માટેની ચર્ચા કરાશે
"એક દેશ, એક ચૂંટણી" વિષય પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસેર ખાતે યોજાશે.
આ સમિતિ દૂરસંચાર વિવાદ નિરાકરણ અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT)ના અધ્યક્ષ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ ડી.એન. પટેલ સાથે ચર્ચા કરશે.
JPC દેશના હિતધારકો તરફથી તેમના વિચારો જાણી રહી છે. જેમાં ખેડૂત, પત્રકાર, જજ સહિત રાજનૈતિક દળોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યાર બાદ સમિતિ ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમણી સાથે પણ બેઠક કરશે. સમિતિની આગામી બેઠક આગામી મહિનાની 2જી તારીખે યોજાશે, જેમાં બે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ચર્ચા થશે.