‘મેક ઇન ઇન્ડિયા’ દ્વારા સંરક્ષણ વિકાસને પ્રોત્સાહન
Live TV
-
ભારતે વર્ષ 2023-24માં સ્વદેશી રક્ષા ઉત્પાદનમાં 1.27 લાખ કરોડ રૂપિયા સુધીની વૃદ્ધિ હાંસલ કરી
‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના પ્રારંભ પછી 2023-24 દરમિયાન ભારતે સ્વદેશી રક્ષા ઉત્પાદનમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાવી છે. રક્ષા ઉત્પાદનનો આંકડો 1.27 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો રેકોર્ડ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, એક સમયે વિદેશી સપ્લાયર્સ પર નિર્ભર રહેતો આ દેશ હવે સ્વદેશી ઉત્પાદનમાં ઉભરતી શક્તિ બની ગયો છે અને સ્થાનિક ક્ષમતાઓ દ્વારા તેના લશ્કરી દળનું નિર્માણ કરી રહ્યો છે.
દેશની સંરક્ષણ નિકાસ પણ 2013-14માં 686 કરોડ રૂપિયાથી વધીને 2023-24માં 21 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ. છેલ્લા 10 વર્ષમાં ભારતના રક્ષા નિકાસમાં 30 ગણા વૃદ્ધિ નોંધાઈ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારે રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં વેપારની સરળતા વધારવા માટે અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે, જેથી દેશ આ ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બની શકે.