નાણામંત્રીની મહત્વની ઘોષણાઓ, ખાણ ક્ષેત્રે ખાનગી ભાગીદારીને મંજૂરી, તો પીપીપી મોડેલથી થશે એરપોર્ટ્સની હરાજી
Live TV
-
નાણાં મંત્રી એ જણાવ્યુ કે દેશને રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા પગલાં લેવામાં આવશે. મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત રક્ષા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવામાં આવશે.
નાણાં મંત્રી નિર્મલા સીતારામન શનિવારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા રૂ. 20 લાખ કરોડના આર્થિક પેકેજ સંબંધિત ચોથા તબક્કાની ઘોષણા કરી. નાણાં મંત્રી બુધવારથી સાંજના 4 કલાકે મીડિયાની સામે લોકડાઉનથી પ્રભાવિત લોકો, ક્ષેત્ર અને ઉદ્યોગો માટે લેવામાં આવતા પગલાની જાહેરાત કરી રહ્યા છે.
નાણામંત્રીએ જણાવ્યુ કે સરકાર વ્યાપક રીતે આર્થિક મોરચે સુધારા હાથ ધરવા માગે છે.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જીએસટી, આઈબીસી સહિતના અનેક પગલાં ભર્યા છે. જે દેશની આર્થિક કામગીરી મજબૂત કરવામાં અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત માટે રોકાણને વેગ આપવા માટે નીતિ વિષયક પગલાં ભરવાની જરૂર પડશે. મેક ઈન ઈન્ડિયામાં આત્મનિર્ભર ભારત પર ધ્યાન આપવામાં આવશે.આ માટે રોકાણને વધારવા પર ધ્યાન આપવામાં આવશે. કોલસા, ખનિજ અને રક્ષા ઉત્પાદન સહિત 8 સેક્ટર પર ધ્યાન આપવામાં આવશે.
ખાણ ક્ષેત્ર
ખાણ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ સુનિશ્ચિત કરવામા આવશે. કોલસા સેક્ટરમાં ઉદારીકરણને વેગ આપી નીતિ વિષયક સુધારા કરવામાં આવશે.
રક્ષા ક્ષેત્ર
વધુમાં, નાણાં મંત્રી એ જણાવ્યુ કે દેશને રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા પગલાં લેવામાં આવશે. મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત રક્ષા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવામાં આવશે.
ઉડ્ડયન ક્ષેત્ર
ભારતીય હવાઈ ક્ષેત્રનો માત્ર 60 ટકા હિસ્સો નાગરિક ઉડ્ડયન માટે છે. આ જગ્યાનો યોગ્ય રીતે ઉપયોગ કરી, બળતણ બચાવી ટૂંકા ગાળામાં મુસાફરી સ્થળે પહોંચડવામાં આવશે. તેનાથી 1000 કરોડનો ઉડ્ડયન ક્ષેત્રને ફાયદો થશે. તેમણે કહ્યું કે 6 નવા એરપોર્ટની હરાજી પીપીપી મોડેલ અંતર્ગત કરવામાં આવશે.
