Skip to main content
Settings Settings for Dark

ખાનગી કંપનીઓ કરી શકશે કોલસાનું વાણિજ્ય ખનન: કેન્દ્રશાસિત પ્રદેશોમાં લવાશે આદર્શ વીજ વિતરણ વ્યવસ્થા

Live TV

X
  • નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે આજે આઠ ક્ષેત્રમાં ધડમૂળથી ફેરફાર માટે પૉલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે. કોલસા, ખાણ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, વીજ ક્ષેત્રની ટેરિફ પૉલિસી, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં અનેક દેશમાં ઉત્પાદન થાય તે માટે વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી છે ત્યારે કોલસા ક્ષેત્રમાં વર્ષોથી ચાલતી ઈજારાશાહીનો અંત લાવી આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા સાથે 500 જેટલા માઈનિંગ બ્લોક બિડની ઓફર કરવાની પણ જાહેરાત કરી છે... 

     

    1. કોલસા ક્ષેત્રમાં જાહેરાત

    કોલસા ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા અને પારદર્શકતા લાવવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં આવશે...રાજસ્વ ભાગીદારીના આધાર પર કોમર્શિયલ માઈનીંગને છૂટ આપવામાં આવશે...જેનાથી વધુ પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન થશે... કોલસાના ભાવમાં સ્પર્ધાત્મકતા ઉમેરાશે... કોલસાના ખનનના 50 નવા બ્લોક્સ ઉમેરાશે.. 50,000 કરોડનો ખર્ચ ભારત સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં કોલસાને વાયુ અથવા પ્રવાહી બળતણમાં ફેરવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે...કોલસાના બ્લોકમાં ખાનગી સેક્ટર સંશોધન માટે બિડમાં ભાગ લઈ શકશે...આશરે 500 જેટલા માઈનિંગ બ્લોક બિડ માટે ઓફર કરવામાં આવશે...એટલે કે હવે કોલસા ક્ષેત્રમાં સરકારની ઇજારાશાહીનો અંત આવશે, જેથી સ્પર્ધાત્મકતા વધશે...કોલસા સેક્ટરમાં ઉદારીકરણને વેગ આપી નીતિ વિષયક સુધારા કરવામાં આવશે. 

    2. મિનરલ સેક્ટર
    નાણામંત્રીએ કહ્યું કે, એલ્યુમિનિયમ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાને વધારવા માટે બોક્સાઈટ અને કોલ મિનરલ બ્લોકના સંયુક્ત રીતે ઓક્શન વ્યવસ્થા દાખલ કરવામાં આવશે. તેના કારણે એલ્યુમિનિયમ ઉદ્યોગની વીજળી ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ બનશે..બોક્સાઇટ અને સંયુક્ત ખનીજના 500 માઇનિંગ બ્લોકોની પણ હરાજી થશે..ખનીજ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીથી લાભ થશે

     

    3. વીજ ક્ષેત્ર
    વીજ ક્ષેત્રમાં મોદી સરકારે મોટો ફેરફાર કર્યો છે..કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોદી સરકાર આદર્શ વીજ વિતરણ વ્યવસ્થા લાવશે...વીજ વિતરણનું ખાનગીકરણ થશે...વીજળીની કિંમતોની નવી નીતિ બનશે...જેનો ગ્રાહકોને મોટો લાભ થશે..નવી નીતિમાં ગ્રાહકોનું હિત, ઉદ્યોગોના પ્રોત્સાહન અને ક્ષેત્રના વિકાસનો સમાવેશ થાય છે...નવી નીતિના કારણે વીજ ઉત્પાદનમાં ફાયદો થશે...નવી નીતિમાં વીજ કાપ પર વીજ કંપનીઓને દંડ ફટકારવામાં આવશે..અને વીજ કંપનીના ઉદાસીન વલણમાં પણ સુધારો આવશે...

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply